સુરતમાં 12 કલાકમાં બે હત્યા
અમરોલીમાં યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા
બે સગા ભાઈ સહિત 4ની ધરપકડ
સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક જ સોસાયટીમાં એક જ મકાનમાં ઉપર નિચે રહેતા યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હોય અને હત્યા કરી હત્યારાઓ વતન ભાગી રહ્યો હોય જેને પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં એક જ સોસાયટીમાં રહેતા એક જ મકાનમાં ઉપર નિચે ભાડે રહેતા ગુડ્ડુ સોની સાથે કિશનકુમાર સહિત ચાર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય જેને લઈ અભિષેક સહિતનાઓએ ગુડ્ડુના પેટના ભાગે ચપ્પુ મારી તેની ઘાત્કી હત્યા કરી નાંખી હતી. તો હત્યા કર્યા બાદ ચારેય હત્યારાઓ વતન ઉત્તર પ્રદેશ ભાગી રહ્યા હતા તો બીજી તરફ હત્યા અંગેની જાણ થતા સ્થળે દોડી ગયેલી અમરોલી પોલીસે હત્યારાઓ વતન ભાગે તે પહેલા જ રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતાં અને ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
