સુરતના બે એન્જિનિયરોએ બોલતું ડ્રોન બનાવ્યું
દેશમાં પ્રથમવાર ફોન સાથે એઆઈ સંચાલિત ડ્રોન કનેક્ટ કરાયો
ડ્રોન ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એનાઉન્સમેન્ટ કરશે
સુરતના બે એન્જિનિયરોએ બોલતું ડ્રોન બનાવ્યું છે. દેશમાં પ્રથમવાર ફોન સાથે એઆઈ સંચાલિત ડ્રોન કનેક્ટ કરાયો છે જે તો આ ડ્રોન ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એનાઉન્સમેન્ટ કરશે.
સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં, બે યુવા અને તેજસ્વી એન્જિનિયરો, મોહિત કેનિયા અને અભિષેક ખંભાતા એ એક એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઇલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત છે. આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં, પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે. ટૂંક સમયમાં આ ડ્રોન સુરતપોલીસ વિભાગમાં શામેલ થઇ જશે. આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે. તેમાં લગાવેલા પાવરફૂલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે. જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે, તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત, સીધો મોબાઇલ ફોનથી ઓપરેટ કરી શકાય છે. તો આ અંગે કો ફાઉન્ડર મોહિત કેનિયા અને અભિષેક ખંભાતાએ માહિતી આપી હતી.
