સુરતના કતારગામમાં ટ્યૂશન શિક્ષિકાનો આપઘાત

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામમાં ટ્યૂશન શિક્ષિકાનો આપઘાત
19 વર્ષીય નેના વાવડીયાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
દીકરીના અચાનક મૌતથી પરિવાર શોકમાં ગરકાવ
સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ

સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતી પ્રાઈવેટ ટ્યુશન કલાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે.

સિંગણપોર પોલીસ અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તાર આવેલ વિધિ પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે. પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નેના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. નેના પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. નેનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવારની એકની એક દીકરીએ આકરૂ પગલું ભરી લેતા અશોકનો માહોલ છવાઈ ગયો છે. નેનાના મૃતદેહનુ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *