માંડવી-કીમ હાઈવે પર ટોલ પ્લાઝા શરૂ

Featured Video Play Icon
Spread the love

માંડવી-કીમ હાઈવે પર ટોલ પ્લાઝા શરૂ
સ્થાનિક સરપંચોએ વસૂલાત બંધ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

અરેઠ તાલુકાના ઝરપણ ઝાબ ગામ નજીક ટોલ પ્લાઝા અંગે સ્થાનિક સરપંચો દ્વારા માંડવી પ્રાંત ને આવેદનપત્ર અપાયુ

માંડવી કીમ સ્ટેટ હાઇવે પર જાબ, ઝરપણ ગામ નજીક ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવેલ છે જેને કારણે આસપાસના ગામોના સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. જે અંગે આ હાઇવે નિર્માણ માટે સ્થાનિક ખેડૂતો અને ગામ લોકોએ પોતાની કીમતી ખેતીનીજમીન વિકાસના હિતમાં સરકારને સોંપી છે ઘણા પરિવારો પોતાના જીવનનિવાહ ના મુખ્ય સ્ત્રોતથી વંચિત થયા હોવા છતાં વિકાસના હિતમાં સહકાર આપ્યો હતો છતાં હાલની પરિસ્થિતિમાં રસ્તો હજુ સુધી સંપૂર્ણ ગુણવત્તા સાથે તૈયાર થયેલ નથી હાઇવે ના અનેક સ્થળોએ રોડ તૂટી ગયો છે અને કાયમી મરામત કરવાની જગ્યાએ માત્ર માટી વડેહંગામી પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વદેશીયા બસ સ્ટેન્ડ થી આગળ નો નવો બનાવેલો રસ્તો છેલ્લા ઘણા દિવસથી તૂટી ગયેલ છે અને ત્યાં પણ માત્ર માટી નાખીને કામ કરવામાં આવી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ટોલ વસુલાત કરવીએ સંપૂર્ણ પણે અયોગ્ય અને પ્રજાહિત વિરુદ્ધ નિર્ણય છે. તદુપરાંત આશરે 45 કિલો મીટરના અંતરમાં બે ટોલ નાકા મુકવાની પ્રક્રિયા પણ સામાન્ય જનતાને આર્થિક બોજામાં મુકનાર અને પ્રજાનાહિત ને નુકસાન પહોંચાડનાર નિર્ણય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસના ગામોના સરપંચો તથા સ્થાનિક લોકોની તરફથી ટોલ વસુલાત તાત્કાલિક બંધ થાય એ બાબતે માંડવી પ્રાંત અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *