દાહોદમાં પીએમ નરેન્દ્ર મોદીનું જન સંબોધન.
દાહોદમાં વિકાસકાર્યોની પીએમ નરેન્દ્ર મોદીએ આપી ભેટ
સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત મુલાકાતે છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ સવારે 10 વાગ્યે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ પીએમ મોદી દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં તેમણે 11.30 વાગ્યે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી આજે તારીખ 26 મે ના સોમવારે ગુજરાતમાં આવ્યા છે. દાહોદમાં મોદી બોલ્યા કે જરા વિચારો બાળકોની સામે પિતાને ગોળી મારી દીધી, આજે પણ આ તસવીરો જોઇએ છીએ ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. અમે તેમના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવી દીધા. મોદીએ કહ્યું હતું કે તમે મને કહો… શું મોદી આવી સ્થિતિમાં ચૂપ રહી શકે ? જ્યારે કોઈ આપણી બહેનોના સિંદૂર મિટાવી દે છે, ત્યારે તેનો નાશ પણ નિશ્ચિત છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સાથે મુકાબલો કેટલો મુશ્કેલ હશે. જેને કોઈ ન પૂછે એને મોદી પૂછે છે. આદિવાસીઓમાં પણ અનેક સમાજ પાછળ રહ્યા છે. મેં તેની પણ ચિંતા માથે લીધી છે. મારા આદિવાસીભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે.
અગાઉ સવારે સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી હતી તો વડાપ્રધાને પણ નમસ્તે કહ્યું હતું. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી