સુરતમાં ત્રણ રીઢા ચોર ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ત્રણ રીઢા ચોર ઝડપાયા
ઉધના પોલીસે ચોરીઓને અંજામ આપનારને પકડી પાડ્યો
પોલીસે સિરાજ જમઈ ખાનને ઝડપી પાડ્યો

ઉધના પોલીસ મથકની હદમાં તથા રાજકોટમાં ત્રણ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢાને મુંબઈ ખાતેથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ બગીરથ ગઢવી, નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ અને સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.ઝેડ. પટેલ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કમલેશ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અને નાગેન્દ્રસિંહએ ઉધનામાં થયેલ ઘરફોડ ચોરીના ગુના મામલે સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ હ્યુમન સોર્સિસની મદદથી આરોપીનુ પગેરૂ શોધી કાઢી મુંબઈ ખાતે જઈ ત્યાંથી રીઢા ઘરફોડ ચોર એવા સિરાજ જમઈ ખાનને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી પુછપરછ કરતા રીઢાએ કબુલાત કીર હતી કે ઉધનામાં ચોરી કર્યા બાદ આઠેક દિવસ પછી રાજકોટ ખાતે જઈ ત્યાં એખ દુકાનમાંથી રોકડ અને મોબાઈલ ચોર્યા બાદ ફરી રાજકોટમાં દુકાનમાં ચોરી કરી હતી. હાલ તો ઉધનાનો એક અને રાજકોટના બે ગુનાનો ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *