સુરતમાં મુસાફર બની લૂંટ કરતા “રિક્ષા ગેંગ” ઝડપાયા!
ક્રાઈમ બ્રાન્ચે લુંટી લેનાર ત્રણને ઝડપી પાડ્યા
પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પાંડેસરા પોલીસ મથકની હદમાં મુસાફરનો સ્વાંગ રચી રિક્ષામાં બેસા અવાવરૂ જગ્યાએ રિક્ષા ચાલકને લઈ જઈ લુંટી લેનાર ત્રણને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તહેવારો સમયે શહેરમાં શાંતિ જાળવવા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં રિક્ષા ચાલકને લુંટનાર ટોળકીના ત્રણ રીઢઆઓ મનીન્દરસીંગ હરનામનસીંગ ટાંક, નિર્મલસિંગ ઉર્ફે અય્યાસિંગ મંગલસિંગ ઉર્ફે ઢોલાસિંગ ભાદા અને જશપાલસીંગ ઉર્ફે પાપા પંચમસીંગ ભાદાને ઝડપી પાડ્યા હતાં. તો આરોપીએ કબુલાત કરી હતી કે પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોને મુસાફર બની અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેઓને ચપ્પુ બતાવી લુંટ કરતા હતા. અને હાલમાં 20 દિવસ પહેલા જ એક રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી તેની રીક્ષા તથા રોકડા રૂપિયા સહિત 2 લાખ 36 હજારથી વધુની લુંટ ચલાવી હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
