અરવલ્લીમાં કમોસમી વરસાદનો કહેર

Featured Video Play Icon
Spread the love

અરવલ્લીમાં કમોસમી વરસાદનો કહેર
મકાઈ, બાજરી અને જુવારનો પાક નષ્ટ, ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન
ભારે પવન ફૂંકાતા આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો

અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મોડી સાંજથી જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાતા આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે તેમજ કમૌસમી વરસાદ પડતા વરસાદે માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો મકાઈ, જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે. આ પાક પશુઓ માટે વર્ષભરના ઘાસચારા તરીકે ઉપયોગી હતો. અણિયોર-ઉભરાણ પંથકમાં ખેતરમાં ઊભો પાક ધરાશાયી થયો છે. ગત સાંજે સતત બે કલાક ખબકેલ વરસાદના કારણે માલપુર તાલુકાના ખેતીપકો વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે. ખેડૂતોમાં નિરાશા છવાઈ છે, મુંગા પશુઓ માટે એકઠો કરેલ ઘાસચારો પણ પલડી ગયો છે, તેમજ ભારે પવન ફૂંકાતા આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે

પવન ફૂંકાતા આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે તેમજ માલપુરના સજ્જનપુરા કંપામાં સૂકવણી માટે ખેતરમાં મૂકેલો મકાઈનો તૈયાર પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે સરકાર પાસે પાક નુકસાનીનું વળતર મળે તેવી માગણી કરી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *