પ્રથમ વરસાદે જ સુરતમાં હાહાકાર

Featured Video Play Icon
Spread the love

પ્રથમ વરસાદે જ સુરતમાં હાહાકાર
પાંડેસરાની મુક્તિનગરમાં મકાનની ગેલેરી અચાનક ધરાશાયી
સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી

પ્રથમ વરસાદે જ સુરતમાં હાહાકાર મચી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં એક મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં મકાન નંબર 58ની ગેલેરી અચાનક તૂટી પડી હતી. ગેલેરી ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે ગેલેરી પડવાની આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાને પગલે સ્થાનિકોમાં જૂના અને જર્જરિત મકાનોની સલામતી અંગે ચિંતા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *