સુરતના રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે ફરી ખુલ્લો મુકાયો
પાણીની સપાટી ઘટતા કોઝવે ફરી વાહન વ્યવહાર માટે ખઉલ્લો મુકાયો
સુરતના રાંદેરથી સિંગણપોરને જોડતા કોઝવે પર પાણીની સપાટી ઘટતા કોઝવે ફરી વાહન વ્યવહાર માટે ખઉલ્લો મુકાયો છે.
સુરતના વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. કોઝવેના નુકશાનના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કોઝવે ડાઉન સ્ટ્રીમ એરિયાને ભારે નુકશાન થયુ છે તો ગત વર્ષે આ નુકશાન થયું હતું. એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ ચોમાસુ શરૂ થઈ ગયું હતું. ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું છે. કોઝવેને ભારે નુકશાન થવા પામ્યું હતું. મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. રાંદેર અને સિંગણપોર જતા લોકોને ચકરાવો નહી લેવો પડે. તો 23 જુને ઓવરફલો થતા કોઝવે બંધ કરાયો હતો આ વર્ષે ચોમાસા દરમિયાન 50 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. તો ઉપરવાસમાં વરસાદ નું જોર ઓછું થતા કોઝવે ઓવર ફૂલો થતા બંધ થયો હતો.
