સુરત : યુવતીને ધમકી આપનાર આરોપી ઝડપાયો
સોશીયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીને ધમકી આપતો હતો
યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
સાયબર ક્રાઈમે ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો
સોશીયલ મીડિયા માં ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદીના ફોટોગ્રાફ મુકી સતત પીછો કરી ધમકી આપનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
સોશીયલ મિડીયા ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીને ધમકી આપનાર હાર્દિક ઉર્ફે કાનો જગદીશ કાનાભાઈ કાતરીયાને ઝડપી પાડ્યો હતો. એક યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એક ઈસમ તેનો પીછો કરી મિત્રતા કરવા માટે ધમકાવતો હતો. આ ઈસમ દ્વારા યુવતીના ફોટા મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતાં. ફરિયાદના આધારે પોલીસે આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશ કાનાભાઈ કાતરીયાની ધરપકડ કરી હતી. તો આરોપીએ પૂછપરછમાં કબૂલ્યુ કે તેની સાથે એક મિત્ર પણ યુવતીને હેરાન પરેશાન કરતો હતો. યુવતી સાથે મિત્રતા કરવા માટે તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કહેવાની સાથે સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.
