સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
ભેસ્તાન પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ભેસ્તાન પોલીસે પ્રતિક ભરત કાકડીયાને ઝડપી પાડ્યો
ભેસ્તાન પોલીસે ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતા તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સલંકી અને પી.એસ.આઈ. જે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અંકુશકુમાર તથા ગુંજનકુમાર અને રોહીતનાઓને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પ્રતિક ભરત કાકડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
