સુરતમાં છ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં છ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો

પલસાણા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં છ મહિનાથી નાસતો ફરતો અને ડિંડોલીમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતની ડિંડોલી પોલીસ 14 ઓગષ્ટથી 28 ઓગષ્ટ દરમિયાન વિવિધ ગુનાઓ જેમ કે પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી ફરાર તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવમાં હતી ત્યારે ડિંડોલી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં તથા સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ એવા મુળ મહારાષ્ટ્રના ધુલીયાના શિંદખેડાનો અને હાલ દેલાડવા ગામ ખાતે રહેતા અક્ષય સુરેશ શઇંદેને ઝધડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *