સોનગઢ ખાતે જિલ્લા કક્ષા નો ૭૬ મો વન મહોત્સવ ઉજવાયો
ધારાસભ્ય સહીત સોનગઢ નગરના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ હાજર રહ્યા
કોગ્રેંસના નેતા આદિવાસી ભોળી જનતા ને ગેરમાર્ગે દોરે છે : કુંવરજી હળપતિ
તાપી જિલ્લા માં સોનગઢ ખાતે નગરપાલિકાના રંગ ઉપવન ખાતે આવેલ સભાખંડ માં જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડમાં કે નામ’ જેવાં ઉમદા હેતુસર જિલ્લામાં ૭૬મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજી હળપતી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌને ચંદનના રોપા મહાનુભાવોને ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકા ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત તેમજ મોહન કોંકણી, સૂરજ વસાવા તેમજ સોનગઢ નગરના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે DCF સચિન ગુપ્તા, ACF કાંત કોલ્ગેન્દ્રે, IFS ઉપમા જૈન તેમજ તમામ RFOએ વન સંરક્ષક, સુરત વર્તુળ અને સામાજિક વનીકરણ, ભરૂચના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં વિશેષ મંત્રી કુંવરજી હળપતિ એ કોગ્રેંસ પર નિશાનો તાકતા કહ્યું તાપી માં સક્ષમ નેતા ન હોવાથી બહાર થી નેતા બોલાવા પડે છે અને ગત દિવસે આક્રોસ રેલી કાઢવામાં આવી અને આવેદન આપ્યું તેના જવાબ રૂપે મંત્રી કુંવરજી હળપતિ એ કહ્યું કે સોલરનો કોઈ પ્રોજેક્ટ આવાનો નથી અને કોગ્રેંસના નેતા આદિવાસી ભોળી જનતા ને ગેરમાર્ગે દોરે છે આ રીતે વધુમાં શું કહે છે ચાલો જાણીએ મંત્રી કુંવરજીહળપતિ ના મોઢે.
