સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
માનદરવાજા ખાતે 15 થી વધુ અસામાજિક તત્વોની તોડફોડ
ઘાત્ક હથિયાર સાથે સોસાયટીમાં લોકોને માર મારી વાહનોમાં તોડફોડ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે માનદરવાજા ખાતે 15થી વધુ અસામાજિક તત્વોએ ઘાત્ક હથિયાર સાથે સોસાયટીમાં લોકોને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી.
સુરત શહેરમાં અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવે છે ત્યારે માનદરવાજા રેલ રાહત કોલોનીમાં સામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. 15 થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ તલવાર લઈને કોલોનીમાં પ્રવેશ્યા હતા અને સોસાયટીમાં હાજર લોકોને માર મારી વાહનોમાં તોડ ફોડ કરી ભાગી છુટ્યા હતાં. તો સોસાયીમાં લાગેલા સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થઈ હોય હાલ પોલીસ સીસીટીવી તપાસ માટે લઈ ગઈ છે. તો અસામાજિક તત્વોએ મચાવેલા આતંકમાં મોપેડ, બાઈક, ટેમ્પો, રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ હોય જેને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ ગુનેગારો સામે પોલીસ કેવા પગલા લે છે.
