સચીનમાં દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા મંગાતા આતંક
લુખ્ખાઓ દ્વારા આતંકની ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસ લુખ્ખા તત્વોને ક્યારે સબક શીખવાડાશે એ જોવા રહ્યું ?
સુરતના સચીન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. દુકાનદાર દ્વારા સિગારેટના પૈસામંગાતા લુખ્ખાઓ દ્વારા આતંકમચાવાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતના સચિન પોલીસની પેટ્રોલિંગ પર ફરી સવાલો ઉભા થયા છે. વાત એમ છે કે સચિન વિસ્તારમાં આવેલ ડિલક્સ સોડા ઉપર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. દુકાનદાર દ્વારા સિગરેટના પૈસા માંગતા લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવાયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારનાર આરોપી અંકિત પાંડે છે અને વારંવાર દુકાન પર આવી આતંક મચાવે છે. ત્યારે સચિન પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વોને ક્યારે સબક શીખવાડાશે એ જોવા રહ્યું ?
