સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કિશોરને કરંટ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કિશોરને કરંટ
ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત
અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પાલનપુર પાટીયા વિસ્તારમાં ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત નિપજ્યુ હતું.

સુરતમાં ઉત્તરાયણ પર્વએ અનેક લોકોએ પોતાના પ્રિયજનને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સુરતના પાલનપુરમાં ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. પતંગ કાઢતી વેળાએ બાળક કરંટના ઝટકાથી દુર ફંગોળાયા બાદ લોખંડનો સળયો વાગ્યો હતો. જેને લીધે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલે ખશેડાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તો પોલીસ તપાસમાં મૃતક 13 વર્ષીય ગૌતમ મીત્ત મુળ રાજસ્થાનનો હોવાનુ અને સચીન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે. અને થોડા સમય પહેલા જ તે સુરત આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. હાલ તો આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *