બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ
આરોગ્ય વિભાગે હાથ ધર્યુ સરપ્રાઈઝ ચેકિંગ
સુરતમાં અખાદ્ય વસ્તુઓ નહી વેંચાય તે માટે ચેકિંગ
સુરતમાં અખાદ્ય વસ્તુઓ ન વેંચાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ મેદાને આવી ગઈ છે ત્યારે બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ આરોગ્ય વિભાગે હાથ ધર્યુ હતું.
સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ-અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. બમરોલી રોડ પર આવેલ આશાપુરી માર્કેટના મેઈન રોડ પર આવેલી અલગ અલગ દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અને કેટલીક સંસ્થાઓ, લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ સ્કોડની ટીમ દ્વારા ડેરીઓમાં એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરી ડિસ્પોઝની કાર્યવાહી કરી હતી. તો સ્થળ પરથી કેટલીક અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગના સ્કોટ ટીમ દ્વારા તમામ ચીજ વસ્તુઓની એકત્ર કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની દ્વારા તમામ દુકાન ડેરીના સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે અગાઉ આવી કોઈ પણ ચીજ વસ્તુઓ એક્સપાયર ડેટ વાળી વેચશો તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
