સુરતની ઉત્રાણ પોલીસે ગાંજાનો વેપલો કરતી મહિલાને ઝડપી
મીનાબેન રમણભાઈ ગામીત ઘરમાંથી કરતી ગાંજાનો વેપલો
મોબાઈલ, ગાંજો, વજનકાંટો સહિત 10 હજારથી વધુની મત્તા કબ્જે
સુરતની ઉત્રાણ પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાનો વેપલો કરી મહિલાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એનજી પટેની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉત્રાણના ઉમરાગામ નવો હળપતિવાસમાં રહેતી મહિલા મીનાબેન રમણભાઈ ગામીતને ઘરમાંથી વનસ્પતિ જન્ય માદક પ્રાદર્થ ગાંજાનો વેપલો કરતા ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ, ગાંજો, વજનકાંટો સહિત 10 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
