સુરતની સલાબતપુરા પોલીસે જુગારધામ પર દરોડા પાડયા

Featured Video Play Icon
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે જુગારધામ પર દરોડા પાડયા
જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની સલાબતપુરા પોલીસે ભાઠેના પંચશીલ નગરખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર વાડદોરીયાની સુચનાને લઈ પીઆઈ આરએ જાડેજાની ટીમ પીએસઆઈ એસઆઈ મકરાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભુપેન્દ્રભાઈ અને અપોકો ચેતનસિંહને મળેલી બાતમીના આધારે ભાઠેના પંચશીલ નગર ખાતે જુગાર રમતા જુગારીઓ રાકેશ રાજપુત, ધર્મેન્દ્ર તવર, શુભમ રાજપુત, અજય રાજપુત, કૃષ્ણકુમાર રાજપુત, અજય રાજપુત, સ્વપ્નીલ રાજપુત, સંદિપ રાજપુત, ગણેશ તવર, ગણેશ તવર, ગણેશ રાજપુત, રામ જાદવ, વિકાસ સોનવણે અને સુરેશ રાજપુતને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *