સુરતની પુણા પોલીસે બાળ કિશોરીને ભગાડી ગયેલને ઝડપ્યો
આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી
પવનકુમાર બસ્તીમલ કલાલને રાજસ્થાનની ઝડપ્યો
સુરતની પુણા પોલીસે બાળ કિશોરીને ભગાડી ગયેલા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી.
સુરતમાં બાળાઓના અપહરણની ઘટનાઓ સામે આવતા પોલીસ ત્વરિત કામગીરી કરી રહી છે. ત્યારે સુરતના પુણા પોલીસ મથકની હદમાંથી એક સગીર બાળ કિશોરીનુ અપહરણ થયુ હોય જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને આકરે બાળકિશોરીને ભગાડી જનાર આરોપી પવનકુમાર બસ્તીમલ કલાલને રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના દેવગઢ ગામ ઘાટી ખાતેથી ઝડપી પાડી સુરત લાવી બાળ કિશોરીને તેના પરિવારને સોંપી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
