સુરતની પુણા પોલીસે આરોપીને રાજસ્થાનના પુષ્કરથી ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પુણા પોલીસે આરોપીને રાજસ્થાનના પુષ્કરથી ઝડપ્યો
ઠગાઈના ગુનામાં છ મહિનાથી ભાગતા ફરતા આરોપી
આરોપી પવનકુમાર ગણપતલાલ સાદને ઝડપી પાડ્યો

સુરતની પુણા પોલીસે ઠગાઈના ગુનામાં છ મહિનાથી ભાગતા ફરતા આરોપીને રાજસ્થાનના પુષ્કરથી ઝડપી પાડ્યો હતો.

સુરતની પુણા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે છેલ્લા છ મહિનાથી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનના પુષ્કરમાં હોવાની માહિતી મળતા જ પુણા પોલીસની ટીમે હ્યુમન સોર્સીસ અને લોકેશન ટ્રેસ કરી રાજસ્થાન ખાતે જઈ ત્યાંથી સુનિયોજિત ઓપરેશન પાર પાડી આરોપી પવનકુમાર ગણપતલાલ સાદને ઝડપી પાડ્યો હતો. આરોપી છ મહિનાથી પોલીસને ચકમો આપતો હતો જો કે અંતે પોલીસ હાથે આવી જતા હવે પુણા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *