સુરત : લીંબાયતના ગરનાળામાં પાણી ભરાયા
વરસાદનો વિરામ છતાં લિંબાયતના ગોવિંદનગર ગરનાળામાં ગંદાં પાણી
લિંબાયત વિસ્તારના લોકો પરેશાન છે
સુરતમાં ચોમાસાની શરૂઆત બાદથી જ લિંબાયત વિસ્તારના લોકો પરેશાન છે ત્યારે હાલમાં વરસાદનો વિરામ છતાં લિંબાયતના ગોવિંદનગર ગરનાળામાં ગંદાં પાણીથી લોકો હેરાન થઈ રહ્યા છે.
સુરતમાં ચોમાસા સાથે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા ત્યારે લિંબાયત વિસ્તારના લોકો તો ચોમાસાની શરૂઆતથી જ હેરાન પરેશાન છે અને હાલમાં વરસાદે વિરામ લીધો હોવા છતા લિંબાયત વિસ્તારના લોકોની સમસ્યાનુ નિવેડો આવ્યો નથી. વાત એમ છે કે ઉધના-લિંબાયતને જોડતાં બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે, ત્યારે વર્ષો જુના ગોવિંદ નગર ગરનાળાનો લોકો ઉપયોગ કરે છે પરંતુ સમગ્ર ચોમાસા દરમ્યાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે. ગરનાળાનું રિપેરિંગ બાકી હોવાથી ખાડાઓનું પુરાણ પણ ન વાહન થતાં ચાલકો ગબડી રહ્યા છે જોકે તંત્ર ડોકિયુ સુદ્ધા કરતું નથી. જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
