સુરત : ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરને આેદન પત્ર આપી
દિવાળી વેકેશન સમયે ખાનગી બસોના ભાડા નિર્ધારિત કરવા માંગ કરી
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરને આેદન પત્ર આપી દિવાળી વેકેશન સમયે ખાનગી બસોના ભાડા નિર્ધારિત કરવા માંગ કરી હતી.
સુરત કલેકટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જો કે હાલમાં દિવાળી પર્વ આવી રહ્યુ હોય જેથી રત્નકલાકારો પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે ખાનગી બસોના સંચાલકો દ્વારા દિવાળી પહેલા જ ભાડામાં વધારો કરી દીધો છે જેથી વતન જનારા રત્નકલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે દિવાળી વેકેશન નિમિત્તે ખાનગી લક્ઝરી બસોના ભાડા નિર્ધારિત કરાય તેવી માંગ કરાઈ હતી.
