સુરત શહેર ડુપ્લીકેટ બનાવવાનું હબ બન્યું

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર ડુપ્લીકેટ બનાવવાનું હબ બન્યું
લસકાણામાં ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનુ કારખાનુ ઝડપાયું
પોલીસે નવનીત જસમત ઠુમ્મરની ધરપકડ કરી
પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

નાયબ પોલીસ કમિશનર ઝોન વનની એલસીબીની ટીમે લસકાણા વિસ્તારમાંથી અલગ અલગ કંપનીનુ ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ છે.

સુરતમાં ઘણા સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે ત્યારે સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન વનની એલ.સી.બી. શાખાની ટીમે બાતમીના આધારે લસકાણા પોલીસ મથકની હદમાં આવેલ પાસોદરા મિશન કેનાલ રોડ પર ક્રિસ્ટલ બંગ્લોઝમાંથી ડુપ્લીકેટ અલગ અલગ કંપનીનું ઓઈલ બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ હતું. પોલીસે સ્થળે પરથી નવનીત જસમત ઠુમ્મરની ધરપકડ કરી 6 લાખ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *