સુરતમાં ડુમ્મસ બીચ પર ટેમ્પો ચાલકે કર્યા સ્ટંટ
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પોલીસે ટેમ્પો ચાલકને પકડી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ
સુરતના ડુમસ બીચ પર ટેમ્પો લઈ સ્ટન્ટ કરી સહેલાણીઓના જીવને જોખમમાં મુકનાર ટેમ્પો ચાલક નો વિડીયો વાયરલ થતા ડુમસ પોલીસે ટેમ્પો ચાલકને પકડી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતના ડુમ્મસ બીચ પર ટેમ્પો પર સ્ટંટ કરાવો ચાલકને ભારે પડ્યો છે. ડુમ્મસ બીચ પર ટેમ્પો ચાલાકે દરિયાના પાણીમાં સ્ટંટ કર્યો હતો. દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકો ના જીવ જોખમમાં મૂકી હેરાન પરેશના કર્યા હતાં. તો કેટલા લોકો એ ટેમ્પો ચાલાક ને સમજવાનો પ્રયાસ પણ કર્યો પણ ટેમ્પો ચાલાક સમજ્યો ન હતો અને સતત ગફલત ભરી રીતે ટેમ્પો હાંકી અને સ્ટંટ કરી લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હતો જે સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ ડુમસ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી ટેમ્પો ચાલક વિક્રમસિંહ રમેશસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનુ ભાન કરાવી માફી મંગાવી હતી.
