સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચુકવી ચોરી
નજર ચુકવી ચોરી કરનાર ગેંગના એક સભ્યને ઝડપ્યો
ઉત્રાણ પોલીસે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચુકવી ચોરી કરનાર ગેંગના એક સભ્યને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડ અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ માં હતી ત્યારે અહેકો કિરણસિંહ અને સમીરને મળેલી બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી ચોરી કરતી ગેંગના એક સભ્ય જુબેર હુસેન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રીક્ષા તથા મોબાઈલ, રોકડ, સોનાની ચેઈન સહિત 1.70 લાખની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
