સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા
રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા આ અડ્ડા પર રેડ
અંદાજે 1 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યુ

સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશ કર્યા છે. ડિંડોલીના રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા આ અડ્ડા પરથી અંદાજે 1 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યુ છે.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે જો કે સુરતમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજીલન્સની ટીમે એક કિલો જેટલા એમડી ડ્રગ્સ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતાં. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા અડ્ડા પર એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતાં. વિજીલન્સની ટીમે પાડેલા દરોડામાં મુખ્ય આરોપી રાજસ્થાનના જોધપુરનો ઓમપ્રકાશ રૂપારામ જાટ સાથે વર્ષોથી સુરતમાં રહેતા અને જમીન દલાલીનુ કામ કરતા મહેન્દ્ર સોહનલાલ જોશી અને ચૈલસિંહ પુરોહિત પણ રાજસ્થાની હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે મકાનમાંથી 31 લાખ 60 હજારની કિંમતનો 1053.65 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે લક્ઝરી કાર, ચાર મોબાઈલ, રોકડ સહિત 41 લાખ 17 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. ભાગી છુટેલા ત્રણ સુત્રધારો અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવર પાલ સિંહને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *