સુરતમાં સનોરા સોલાર કંપનીને 10 વર્ષ પુર્ણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સનોરા સોલાર કંપનીને 10 વર્ષ પુર્ણ
ઉદ્યોગ, રાજકારણ અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત
યુનિક ફાઉન્ડેશન નામના નવા સામાજિક પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ

સુરતમાં સનોરા સોલાર કંપનીને 10 વર્ષ પુર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગ, રાજકારણ અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કંપની દ્વારા યુનિક ફાઉન્ડેશન નામના નવા સામાજિક પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સુરતમાં સનોરા સોલાર કંપનીને 10 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વર્ષ 2016માં શરૂ થયેલી કંપનીએ છેલ્લા દાયકામાં સોલાર ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. તો સનોરા સોલાર કંપની દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધળકિયા, એનર્જી મિનિસ્ટર કૌશિક વેકરીયા, સુરત શહેરના મેયર માયાબેન માવાણી, લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળવિયા તેમજ પી.પી. સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે 1000થી વધુ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સનોરા સોલાર કંપનીના 10 વર્ષની સફળ સફરને ઉજવવાનો તેમજ કંપનીને નવી ઊંચાઈ સુધી પહોંચાડનારા કર્મચારીઓને અભિનંદન પાઠવવાનો હતો. સાથે જ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુનિક ફાઉન્ડેશન નામના નવા પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત પ્રેરક વક્તા સંજયભાઈ રાવલે ઉપસ્થિત રહી લોકોને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું જેની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *