સુરતમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પુજા
સુર્ય પુત્રી તાપી નદી પર અને કૃત્રિમ તળાવો બન્યા
કૃત્રિમ તળાવો પર છઠ્ઠ પુજા માટે ભક્તોની ભીડ જવા મળી
સુરતમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પુજાની અનેરી ઉજવણી કરી હતી. સુર્ય પુત્રી તાપી નદી પર અને કૃત્રિમ તળાવો પર ભક્તોની ભીડ જવા મળી હતી.
સુરત ના અલગ અલગ વિસ્તારોમાં છઠની ઉજવણી જોવા મળી હતી. સુરત સૂર્ય પુત્રી તાપી નદી ઉપર ભક્તોની ભીડ ઉમડી હતી. ઉત્તર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને બિહારના લોકોમાં છઠ્ઠ પુજાનુ અનેરૂ મહત્વ છે. ત્યારે છઠ્ઠી મૈયાની પૂજામાં હજારો લોકોએ સૂર્ય પુત્રી તાપી ના દર્શન કર્યા હતાં. છઠ પૂજામાં મહિલાઓએ નકોડા ઉપવાસ કરી માતાની આરાધના કરી હતી. બાળક નહીં થતા હોય તેવી મહિલાઓ છઠ પૂજા કરી બાળકોની માનતા માનતી હોય છે અને છઠ પૂજા કરવા થી મહિલાને બાળકની પ્રાપ્તિ થાય છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર ભારતીય લોકોમાં છઠની પૂજાથી ખુશીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.
