બારડોલીના 7 ગામોને પાલિકામાં સમાવેશને લઇ વિરોધનો સુર ઉઠ્યો
7 ગામોમાં મોટી સંખ્યામાં સરપંચો સાથે ગ્રામજનોએ રેલી યોજી
ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
ગામોના અને ભાજપ સમર્થીતના હોદ્દેદારો પણ રેલીમાં જોડાયા
સુરત જિલ્લા ના બારડોલી નગર માં આસપાસના સાત ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની કવાયતને લઈને વિરોધનો સુર ઉઠ્યો છે.આજે મોટી સંખ્યામાં તમામ ગ્રામજનોએ રેલી સ્વરૂપે નીકળી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે. ત્યારે વિવિધ વિસ્તારો માં નવું સીમાંકન અને હદ વિસ્તરણ ની દરેક જિલ્લાઓમાં અને નગરોમાં સરકાર દ્વારા કવાયત હાથ ધરાય છે. ત્યારે સુરત જિલ્લા માં મહત્વની ગણાતી બારડોલી નગરપાલિકાનું પણ હદ વિસ્તરણ કરવાની તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. હદ વિસ્તરણ માં બારડોલી નજીકના સાત ગામોને જોડવા અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જો કે આ ગામો ને પાલિકા માં જોડાણને લઈને જ તમામ ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. અને આજે આ સાત ગામોમાં મોટી સંખ્યામાં સરપંચો સાથે ગ્રામજનોએ રેલી યોજી હતી. છેલ્લા કેટલાક વર્ષો થી બારડોલી ના બાબેન, અસ્તાન , આફવા ,ખલી , તેન , ધામરોડ અને નાડીદા ગામો ને નગરપાલિકા માં સમાવેશ કરવા કવાયત હાથ ધરાઈ હતી. બારડોલી નગર ની આસ પાસ આવેલા આ ગામો માં મુખ્યત્વે મધ્યમ અને ગરીબ વર્ગ ની વસ્તી વધારે છે. આવા ગામો ને પાલિકા માં જોડાણ કરવાથી તેઓ ને મોટા વેરા ભરવાનું ભારણ છે. તેમજ અન્ય સુવિધા ઓ , જરૂરી મંજૂરી માં શહેરી નિયમો લાગુ પડે જે રહીશો માટે નુકસાન કારક અનુભવી રહ્યા છે. આજે બારડોલી નગર પાલિકા માં નહીં જોડાવા ઇચ્છતા ગામો ના રહીશો એ વિશાળ રેલી યોજી હતી. જેમાં પણ અનેક ગામો ના અને ભાજપ સમર્થીત ના હોદ્દેદારો પણ રેલી માં જોવા મળ્યાં હતાં. જોકે હાલ આ ગામો ને જોડાવાની જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ની દરખાસ્ત ને સરકારે મંજૂરી આપી નથી. જેથી બારડોલી પાલિકા નું હદવિસ્તરણ હાલ પૂરતું તો મોકૂફ જ છે. હવે સરકારે જ્યારે આ વિસ્તરણ જ મોકૂફ રાખ્યું છે….સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝબારડોલી
