માંડવીમાં ખેર તસ્કરીમાં ત્રણ આરોપીની – રૂપિયા 11.30 કરોડની મિલકત જપ્ત

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં ખેર તસ્કરીમાં ત્રણ આરોપીની – રૂપિયા 11.30 કરોડની મિલકત જપ્ત
2055 મેટ્રિક ટન લાકડાં પકડાવાના ગુનામાં તપાસના આધારે ઇડીની મોટી કાર્યવાહી

માંડવી દક્ષિણ રેન્જ હેઠળ – નોંધાયેલા ખેર તસ્કરીના ગંભીર ગુનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને વન વિભાગ દ્વારા સંયુકત રીતે મોટી કાર્યવાહી હાથ – ધરવામાં આવી છે. આ કાર્યવાહિ માં 2 ખેર તસ્કરી સાથે સંકળાયેલી સંગઠિત : અપરાપી ટોળકીના ત્રણ મુખ્ય આરોપીની કુલ રૂ.11.70 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે.

તપાસ દરમિયાન મુસ્તાક – આડમ તાસીયા (રહે. ગોધરા), | આરીફઅલી અમજદનથી મકરાણી ।। (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) । તથા તાહિર અહેમદ હુંસેન મોહન – (રહે. ગોધરા) સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આમાંથી તાહિર અહેમદ હુંસેન મોહન હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. વન ગુનાના ઉતિહાસમાં ED દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રથમ વખત નોંધપાત્ર માનવામાં આવી રહી છે. આ વન ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટરપ્રાઈઝના ડેપોમાંથી અંદાજે 2055 મેટ્રિક ટન ખેરનાં લાકડાંનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો કુલ 347 ટ્રક મારફતે માંડવી ખાતે પરિવહન કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. ખેર તસકરીના ગુનાઓને નાબૂદ કરવા માટે સુરત વન વર્તુલના વન સંરક્ષક પુનિત નૈયર, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક હિતેશ આર. જાદવના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી રહીછે . હાલની તપાસ.માં અબ્બાસ ખાનહાફિજખાન (રહે, ભીલાડ, મૂળ-ઉત્તરપ્રદેશ)ને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. રિમાન દરમિયાન તા.21-1-2026ના રોજ વાપી ખાતે આર. કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂ.4.13 કરોડની ગેરકાયદે હવાલા લેવડદેવડના રેકોર્ડ તેમજ રૂ.26.49 લાખ રોકડા નાણાં જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *