નવસારી કૃષિ યુનિવર્સિટીનું અસ્પી ઓડિટોરિયમમાં કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

નવસારી કૃષિ યુનિવર્સિટીનું અસ્પી ઓડિટોરિયમમાં કાર્યક્રમ
આધુનિક નેચરલ શ્રિમ્પ ફાર્મિંગના લાઈવ પ્રદર્શનો યોજાયા
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત અને લોન્ચિંગ

નવસારી કૃષિ યુનિવર્સિટીનું અસ્પી ઓડિટોરિયમ આજે ગુજરાતભરમાંથી આવેલા ઝીંગા ઉત્પાદક ખેડૂતોથી ઉભ રાઈ ગયું હતું. તક હતી ‘શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ ૨૦૨૬ ની. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે કરોડોના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ કોન્ક્લેવ ગુજરાતના મત્સ્યોદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન આધુનિક નેચરલ શ્રિમ્પ ફાર્મિંગના લાઈવ પ્રદર્શનો યોજાયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, ઝીંગા ઉછેરમાં નડતા રોગોના તાત્કાલિક નિદાન માટે એક સ્પેશિયલ હાઈટેક લેબોરેટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ લેબોરેટરી કાર્યરત થતાં જ ખેડૂતોના પાકને રોગચાળાથી બચાવી શકાશે અને કરોડો રૂપિયાનું નુકસાન અટકાવી શકાશે.કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતનો લાંબો દરિયા કિનારો બ્લુ ઇકોનોમી (મત્સ્ય સંસ્કૃતિ) માટે વરદાન સમાન છે. નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ગુજરાતના ખેડૂતો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. સરકારની નવી યોજનાઓ અને આ આધુનિક રિસર્ચ સેન્ટર ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મોટો ફાળો આપશે.

ઝિંગા પાલન ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને અત્યાધુનિક ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવાનો છે. આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MoU (સમજૂતી કરાર) પણ કરવામાં આવ્યા છે. ​હાલમાં ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો હેક્ટર દીઠ 6 થી 7 ટન ઝિંગાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ, નવી ટેકનોલોજીની મદદથી આ ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 150 ટન સુધી લઈ જઈ શકાય તેમ છે. આ ઉપરાંત, ઝિંગા પાલન દરમિયાન આવતા રોગોના વહેલા નિદાન માટે ખાસ લેબોરેટરી પણ સ્થાપવામાં આવશે.

આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 જેટલા ઝિંગા પાલક ખેડૂતોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિકો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્યઉદ્યોગ અને ઝિંગા પાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *