ભૂતપૂર્વ સૈનિકોની જિલ્લા કક્ષાએ રજૂઆત

Featured Video Play Icon
Spread the love

ભૂતપૂર્વ સૈનિકોની જિલ્લા કક્ષાએ રજૂઆત
14 પડતર પ્રશ્નો અંગે 2022માં સીએમને કરેલી રજૂઆતનું
નિરાકરણ ન આવતા ફરી કલેક્ટરને આવેદન સુપરત કર્યું, આંદોલનની ચીમકી

સુરત કલેકટરને માજી સૈનિકોએ આવેદન પત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે રજુઆત કરાઈ હતી.

સુરત કલેકટરને માજી સૈનિકોએ કહ્યુ હતુ કે ગુજરાત રાજ્ય સરકારીશ્રીમાં વર્ગ 1 થી વર્ગ 4 સુધીની નિમણુક વખતે માજી સૈનિકોને અપાતી નિયમ અનુસાર અનામતનો ચુસ્ત પણે અમલ કરવામાં આવે,અને તેઓની અનામતમાં મેરીટ ધ્યાને લીધા વગર ફક્તને ફક્ત માજી સૈનિકને જ આ અનામતમાં નિમણુક આપવામાં આવે., માજી સૈનિકોને પરિવારના જીવનનિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા માટે અને રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે છે પરંતુ હાલ જેનો અમલ ગુજરાત સરકારમાં થતો નથી જેનો ચુસ્ત પણે અમલ થાય તેવો પરીપત્ર અને જોગવાઇ કરવામાં આવે., સરકાર દ્વારા સેવાકીય ફરજો માટે હાલમાં કોન્ટ્રાક પધ્ધતિ અમલમાં છે પરંતુ મોટાભાગના કોન્ટ્રાકટરો દ્વારા આવી સેવાઓમાં નિમણુક પામેલા માજી સૈનિકોનું શોષણ કરવામા આવે છે જેથી આવી પધ્ધતિ નાબુદ કરી સીધાજ સરકાર દ્વારા માજી સૈનિકને નિમણુક આપવામાં આવે તેવી જોગવાઇ કરવામાં આવે., માજી સૈનિકે મિલેટરી સેવા દરમ્યાન લીધેલ હથિયાર લાઇસન્સ રીન્યુ કરવા અને નવા હથિયાર લાઇસન્સ લેવા તુરંત કાર્યવાહી થવા તથા આવા લાઇસન્સની પરવાનગી સમગ્ર ગુજરાતમાં ખાસ કિસ્સામાં આપવા પરીપત્ર અને જોગવાઇ કરવામાં આવે જેથી માજી સૈનિકને પરિવારનું જીવનનિર્વાહ કરવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સીક્યોરીટીની નોકરી મળી રહે., માજી સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજય સરકારશ્રીની પુન: નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ આપવામાં આવે., માજી સૈનિકને ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ ફીકસ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે કારણ કે તેમનો નોકરી નો સમયગાળો તેઓની ઉમર વધુ હોવાથી ખૂબજ ઓછો રહેતો હોઇ તેઓને ફીકસ પગાર પ્રથાની નોકરીમાંજ લગભગ સેવાકાળ પૂર્ણ થઇ જતો હોય છે જેથી પરીવારનું જીવનનિર્વાહ કરવામાં નાણાકીય કટોકટી વેઠવી પડે છે. એક સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમિયાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દુર રહેતો હોય છે જ્યારે તેનો સેવાકાળ પુર્ણ કરે છે અને રાજ્ય સરકારમાં તેઓને પુનઃસરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકોને સરકારી નોકરીમાં – નિમણુક અને બદલી તેમના હાલ પરિવારની સ્થાથી રહેઠાણની જગ્યા પર આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં પરીપત્ર અને જોગવાઇ કરવામાં આવે જેથી સૈનિકોની સેવા દરમિયાન હમેશા પરિવારથી દૂર રહેલ સૈનિક પોતાના પરિવાર સાથે રહી શકે., ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના બાળકોને છુટછાટ અને અનામત આપવામાં આવે. સાથે માજી સૈનિકના બાળકોનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા ઉઠાવવામાંઆવે. સીનિકોને ગુજરાત સરકારમાં લેવાતો વ્યવસાય ઘેરો માફ કરવા જોગવાઇ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *