મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચના રોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન

Featured Video Play Icon
Spread the love

મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચના રોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન
દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક

આગામી સમયમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના પ્રવાસે પધારનાર હોઈ મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચના રોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે કલેકટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ અન્વયે સીંગવડ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે. એ સાથે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોટોકોલ સાથે તેમજ ઉનાળા ઋતુને ધ્યાને રાખીને કરવામાં આવે તે અત્યંત જરૂરી છે એમ કહેતાં સંબંધિત અધિકારીશ્રીઓને કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ વ્યવસ્થા, સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પાણી, નાસ્તા, જમવા, શૌચાલય તેમજ ઇમરજન્સી મેડિકલ ટીમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સ્થળ પર ઉપલબ્ધ રહે એ મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી. અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *