સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં વિવાદને લઈને રાજકીય ગરમાવો

Featured Video Play Icon
Spread the love

સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં વિવાદને લઈને રાજકીય ગરમાવો
મશીન માલિકો અને કારીગરો વચ્ચેના વિવાદમાં આપ મેદાનમાં
એમ્બ્રોઇડરી ઉદ્યોગના વિવાદે પકડ્યું રાજકીય જોર
કારીગરો અને મશીન માલિકોના પ્રશ્ને આપએ સરકારનું ધ્યાન દોર્યું

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં મશીન માલિકો અને કારીગરો વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આ મુદ્દે સરકારનું ધ્યાન દોરાયું છે.

સુરતનો એમ્બ્રોઇડરી ઉદ્યોગ હજારો કારીગરોની રોજીરોટી સાથે જોડાયેલો છે. પરંતુ હાલ મશીન માલિકો અને કારીગરો વચ્ચેના વિવાદને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટી, સુરત શહેર દ્વારા પ્રેસનોટ જાહેર કરીને સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે એમ્બ્રોઇડરી મશીન માલિકો અને કારીગરો વચ્ચે પેમેન્ટ તથા કામકાજને લઈને વિવાદ વધી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં કારીગરોને સમયસર નાણાં મળતાં ન હોવાની અને ઉઘરાણીને લઈને મુશ્કેલીઓ ઊભી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આપ પાર્ટીના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિને કારણે ઔદ્યોગિક વિસ્તારોમાં તંગદિલીનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. વધુમાં આપ દ્વારા જણાવાયું હતુ કે કારીગરો અને મશીન માલિકો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય ત્યારે કારીગરોની સુરક્ષા અને તેમના હિતોનું રક્ષણ થવું જરૂરી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે કારીગરોને ખોટી રીતે ઉશ્કેરતા તત્ત્વો સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં ચાલી રહેલા વિવાદનો સંવાદ અને સમજૂતી દ્વારા ઉકેલ લાવવા, કારીગરોને સુરક્ષા પૂરી પાડવા તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *