સુરત : ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાતે પોલીસ દોડતી થઈ

Featured Video Play Icon
Spread the love

સુરત : ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાતે પોલીસ દોડતી થઈ
અઠવાલાઇન્સ વિસ્તારમાં 3 બાળકોની વાલીઓ સાથે પૂછપરછ
પોલીસે સમગ્ર હકીકત સામે લાવતા મામલો શાંત પડ્યો
પોલીસે અફવાથી દૂર રહેવા અપીલ કરી

સુરતના નાનપુરા વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યારે ભુલથી પથ્થર છુટી શ્રીજી પંડાલ પર પડતા કેટલાકે અફવા ફેલાવી હતી જો કે પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ સમગ્ર હકીકત સામે લાવતા મામલો શાંત પડ્યો હતો.

29 ઓગષ્ટ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગણપતી પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહીતી મળતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તાત્કાલીક બનાવવાળી જગ્યા પર પહોચ્યા હતાં. નાનપુરા હબીબશા મહોલ્લા પાસે આવેલ સુથાર મહોલલા વિસ્તારમા પહોંચી પોલીસે પરિસ્થિતીથી વાકેફ થઈ પંડાલની આજુબાજુના સી.સી.ટીવી ફુટેજ જોતા જેમા એક સી.સી ટીવી કેમેરામા નાના બાળકો માંથી એક બાળકે બોલીંગ એક્શન કરતા પથ્થર ફેકાયુ હોવાનુ જણાતા તાત્કાલીક સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસોએ આ બાળકોને શોધી કાઠવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અને ટુંક સમયમા આ બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પીતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પુછપરછ કરતા આ બાળકોની 7 થી 8 વર્ષની જણાઈ હતી અને આ પથ્થર ભુલથી ફેકાયેલાનુ જણાવ્યુ હતું. અને તેઓની પુછપરછ દરમ્યાન કોઈ ગુનાહિત બનાવ બન્યો ન હોય તેવુ જણાયુ હતું. હાલ વિસ્તારમા શાંતી પુર્ણ માહોલ છે. જેથી પોલીસ મીડીયાના માધ્યમથી તમામ લોકોને જાણ કોઇ ખોટી અફવાઓથી પ્રેરીત થવુ નહી તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *