ભરૂચ વાલિયામાં મહિલાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો.

Featured Video Play Icon
Spread the love

ભરૂચ વાલિયામાં મહિલાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો.
કોંઢ ગામે મહિલાનો હત્યારો તેનો પતિ જ નીકળ્યો.
કરતાલ વડે ગળું કાપી પતિએ કરી પત્નીની હત્યા.

 

ભરૂચ વાલિયાના હત્યા કેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પરથી મળ્યાં હતાં અને પાંચ વર્ષ પહેલાં લગ્નબંધનમાં બંધાયાં હતાં. બંનેની જીવનસફરમાં સાથીદાર બનવાનો ઈરાદો આજે કરુણ ઇતિહાસ બની ગયો છે. મૃતક મહિલાનો લોહીલુહાણ થયેલો મૃતદેહ નાળામાંથી મળ્યો હતો જેનો હત્યારો કોઈ અજાણ્યો નહી, પણ પતિ પોતે છે

ભરૂચ વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર શ્રીવાસ્તવએ રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ બંને એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યાં બાદ તેમણે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન કર્યાને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો. બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે. રાજેન્દ્રની વધુ કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની રુચિ સાથે રોજની કોઈ ને કોઈ બાબતથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મી જુલાઈના રાત્રિના માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી.

અંકલેશ્વર GIDC પોલીસના PI આર.એચ. વાળાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરી હતી. એ સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસેની શિવકૃપા બંગલોઝમાં રહે છે. પોલીસે એ સ્થળે તપાસ કરતાં ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળ્યો હતો. તેને આ મહિલા વિશે પૂછપરછ કરતાં તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું. કોંઢ ગામના નાળા નીચે ફેંક્યાની કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યા કરાયેલી કરતાલ અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલું વાહન જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *