પીએમ મોદી સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
ભારતની કંપનીએ સેમિકંડક્ટર ચીપ બનાવવામાં રુચી બતાવી
કેઈન્સ ગ્લોબલ સેમિકંડક્ટર ચેઈનનો ભાગ બની છે તે ગર્વની વાત છે
પીએમ મોદીએ કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વૈશ્વિક સ્તરે મહત્વનું સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારના દરવાજા ખોલશે. ટૂંક સમયમાં આ પ્લાન્ટ વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થશે.
પીએમ મોદીએ કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું જે પ્લાન્ટ 3,300 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો હતો અને તેની ક્ષમતા દરરોજ આશરે 6 મિલિયન ચિપ્સનું ઉત્પાદન કરવાની છે. આ પ્રોજેક્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સાણંદને ચિપ પેકેજિંગ ક્લસ્ટર તરીકે વિકસાવવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે સાણંદમાં ઉત્પાદિત ઉત્પાદનો અમેરિકા અને ત્યાંથી બાકીના વિશ્વમાં જશે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આ પ્લાન્ટ એક નવો પુલ છે. આ પ્લાન્ટ કેલિફોર્નિયાની એક કંપની માટે એઆઈ પાવર મોડ્યુલનું ઉત્પાદન કરી રહ્યો છે. તેમણે મને કહ્યું કે અહીં ઉત્પાદિત ઉત્પાદનોની પ્રથમ બેચ નિકાસ માટે બુક પણ થઈ ગઈ છે.
માઇકોન સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન પછી તરત જ, ગુજરાતમાં બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ એક મહિનાની અંદર કાર્યરત થયો. કેઈન્સ સેમિકોન પ્લાન્ટ દરરોજ 6 મિલિયન ચિપ્સનું ઉત્પાદન કરશે, જ્યારે માઇક્રોન 2027 સુધીમાં દરરોજ 1 મિલિયન ચિપ્સનું ઉત્પાદન શરૂ કરશે. આનાથી અંદાજે 7 મિલિયન સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં કુલ ચાર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સાણંદમાં ત્રણ અને ધોલેરામાં એક છે. આમ, સાણંદમાં CG પાવર પ્લાન્ટ અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ હજુ કાર્યરત થયા નથી. આ પ્લાન્ટ શરૂ થયા પછી ગુજરાતમાં ચિપ્સનું ઉત્પાદન એક કરોડથી ચિપ્સને પણ વટાવી જાય તેમ માનવામાં આવે છે. આમ ગુજરાત સેમીકંડક્ટર ક્ષેત્રનું ઉત્પાદન હબ બનશે તેમ માનવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
