સુરતમાં 68 લાખથી વધુની છેતરપિંડી
અઢી વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપ્યો
સુરતમાં 68 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં અઢી વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા 68,28,566ની છેતરપિંડીના ગુનામાં આરોપી સંદીપ રામસ્વરૂપ નાયક છેલ્લા અઢી વર્ષથી પોલીસથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. બનાવને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ વીડી માળી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમને મળેલી બાતમીના આધારે અઢી વર્ષથી ફરાર આરોપી સંદીપ રામસ્વરૂપ નાયકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
