સુરતના ખેડૂત આગેવાન દ્વારા પ્રાકૃતિક ખેતી

Featured Video Play Icon
Spread the love

સુરતના ખેડૂત આગેવાન દ્વારા પ્રાકૃતિક ખેતી
ખેડૂતોને એકરદીઠ 10 હજારનુ અનુદાન આપવા કેન્દ્ર સરકારને રજુઆત
પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર 0.14 ટકાથી વધારી 20 ટકા કરવાનો સંકલ્પ

સુરતના ખેડૂત આગેવાન દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકરદીઠ 10 હજારનુ અનુદાન આપવા કેન્દ્ર સરકારને રજુઆત કરાઈ હતી.

સુરત ખેડૂત આગેવાન દ્વારા કેન્દ્ર સરકારને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને એકર દીઠ દશ હજારનું અનુદાન આપવા રજુઆત કરાઈ હતી. ભારત સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામણને પત્ર લખી જણાવ્યુ હતુ કે દેશના જીડીપીમાં કૃષિનો અંદાજિત 16-20 ટકાનો હિસ્સો રહેલો છે. ભારત દેશના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફનો લગાવ વધી રહ્યો છે. ભારત સરકાર ખેડૂતોને ફર્ટિલાઇઝર ઉપર કરોડો રૂપિયાની સબસિડી આપે છે. ભારતના સંકલ્પ સુધી પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર 0.14 ટકાથી વધારીને 20 ટકા કરવાનો છે જે સંકલ્પ છે. ખેતીનું સર્ટિફિકેશન કર્યા બાદ ખેડૂતોને એકરદીઠ દશ હજારનું અનુદાન આપવા માટે આગામી બજેટમાં જોગવાઈ કરવા સમગ્ર ખેડૂતો વતી વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો હતો. નહિતર ખેડુત ખેતીથી દૂર ભાગતો જશે. ખેતી જો ઓછી થતી જશે તો ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેમ પણ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *