સુરતમાં મોબાઈલ ફોનને હેક કરી ઓનલાઈન ટ્રાન્સફર
ગુનામાં વધુ એક આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
જીયાઉર રહેમાન અંસાર અહેમદ અંસારીને સાયબરની ટીમે ઝડપી પાડ્યો
સુરતમાં મોબાઈલ ફોનને હેક કરી 10 લાખ 65 હજાર થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરવાના ગુનામાં વધુ એક આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
સુરતના ઈસમના મોબાઈળ ફોનને હેક કરી તેમના આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાંથી 10 લાખ 65 હજારથી વધુ ટ્રાન્સફર કરવાના નોંધાયેલા ગુનામાં અગાઉ રાજેશ્વર વિશ્વનાથ ભોલેના સ્વાઈનને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા જીયાઉર રહેમાન અંસાર અહેમદ અંસારીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીએ અગાઉ ઝડપાયેલા આરોપીને ક્રેડીટ કાર્ડ આપતો હોવાનુ પણ સામે આવ્યુ છે
