સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં
ચોક બજાર ખાતે ત્રણ કિલો મીટરની ટનલ સાકાર થઈ
ટીબીએમ મશીન બહાર આવ્યુ
સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ચોક બજાર ખાતે ત્રણ કિલો મીટરની ટનલ સાકાર થઈ હોય તેમ ટીબીએમ મશીન બહાર આવ્યુ હતું.
સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને દરેક જગ્યાએ કામગીરી તેજ કરાઈ છે. ત્યારે ચોક બજાર ખાતે ત્રણ કિલો મીટરની ટનલ બની ગઈ હોય તેમ ટીબીએમ મશીન બહાર આવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે ટુંક સમયમાં આ ટનલ સંપુર્ણ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
