સુરતના ચોક મુગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી

Featured Video Play Icon
Spread the love

સુરતના ચોક મુગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી
બિલ્ડીંગો નીચે મશીનો મુકી સતત મોનિટરિંગ
દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ

સુરતના ચોક મુગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈ ચાર જેટલી બિલ્ડીંગોમાં રહેતા લોકોને ખાલી કરાવી હોટલમાં સિફ્ટ કરાયા છે. તો હાલ બિલ્ડીંગો નીચે મશીનો મુકી સતત મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.

સુરતના ચોકમાં ચાર બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાયા છે. ચોકમાં ક્રાઇમ બ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે 12 મીટરે છે. તો નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતાં મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે. જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ્રૂયસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઈટલી, કોરિયા, ઈન્ડોનિશિયાના એક્સપર્ટ અને એસવીએનઆઈટીના અતુલ દેસાઈએ ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતીરૂપે કેટલાંક પગલાં સૂચવ્યા હતાં. તો હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ, સ્ટ્રક્ચરમાં કેમિકલ ઈંજેક્શન અપાઇ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય. તો બિલ્ડિંગ નીચે 12 મીટરે ટીબીએમ છે હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઇએ ટીબીએમ પહોંચ્યું છે. ત્યારે હાલ પેનિક થવા જેવું કશું ન હોવાનુ પણ જણાવાયુ હતું. તો તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઇ રહ્યું છે. અને દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાનુ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *