રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.
આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા.
પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 5થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં. તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની આગાહી કરી, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ 5 થી 10 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને થંડરસ્ટોર્મની ચેતવણી જારી કરી છે, જેમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે માછીમારો માટે ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવના છે. તાજેતરના 4 કલાકમાં રાજ્યના 64 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો, પોરબંદરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદે પરિસ્થિતિને વધુ તીવ્ર બનાવી, જ્યારે બાકીના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતોને રાહત અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચિંતા વધી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવાથી ખાતરનું નુકસાન ટાળી શકાય છે. આ ઉપરાંત, ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય. આ સલાહ ખેડૂતો માટે ખાસ કરીને ઉપયોગી છે, કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ અસમાન હોવાની શક્યતા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *