ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ.
આજે પણ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર,
અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણમાં ભારે વરસાદની આગાહી
આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થલો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના માથે ફરતી થયેલી મજબૂત સિસ્ટમની અસર રાજ્યમાં પાછલા 24 કલાકમાં જોવા મળી હતી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે સિસ્ટમ વિખેરાતા વરસાદના જોરમાં ઘટાડો થયો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રવિવારે લગભગ દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો. હવે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. આજે આકાશ સ્વચ્છ છે અને ઘણાં ભાગોમાંથી વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે આજના દિવસ માટે ક્યાંય ભારેથી અત્યંત ભારે કે અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તથા મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બાદ કરતા તમામમાં નો-વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થલો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 8મી સપ્ટેમ્બર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ભાગોમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
