મહુવાના શિક્ષક દંપતીનો પુત્ર બન્યો કોમર્શિયલ પાયલોટ
મિલનની ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલોટ તરીકે પસંદગી
અમેરિકામાં કોમર્શિયલ પાયલોટની તાલીમ લીધી હતી
મહુવાના શિક્ષક દંપતીનો પુત્ર બન્યો કોમર્શિયલ પાયલોટ, મિલન પટેલે આકાશ સ્પર્શવાનું સપનું કર્યું સાકાર!
સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેડવાસણ ગામના અજીતભાઈ પટેલ અને તેમના શિક્ષક પત્નીનો પુત્ર મિલન પટેલ કોમર્શિયલ પાયલોટ બનીને યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિલનની ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલોટ તરીકે પસંદગી થઈ છે. મિલને પાયલોટ બનવાના તેના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી 25 લાખની લોન સહાય યોજનાનો લાભ લીધો હતો. આ નાણાકીય સહાય મળ્યા બાદ, તેણે અમેરિકામાં કોમર્શિયલ પાયલોટની તાલીમ લીધી. ત્યારબાદ, ભારતીય વિમાનો ઉડાવવા માટે તેણે જલગાંવ સ્થિત સ્કાયનેક્સ એરોમાથી મલ્ટી-એન્જિન તાલીમ પણ પૂર્ણ કરી. ટૂંક સમયમાં જ મિલન પટેલ ઇન્ડિગોના વિમાનો ઉડાવતો જોવા મળશે.
