દાહોદ કેદારનાથ મહાદેવ મંદિર પર ભવ્ય લોક ડાયરો
14 ફેબ્રુઆરીએ થયેલ હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ
માં ભારતીની આરતી કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો
દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શું પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન, ડાયરો અને સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા
મહાશિવરાત્રી પૂર્વે સંધ્યાય ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ મા ભારતી ની આરતી કરવામાં આવી હતી તેમજ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાહોદના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરા કાર્યક્રમ જોવા માટે શિવ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, મહાશિવરાત્રી પૂર્વે સંધ્યાય ભવ્ય ડાયરામાં પોલીસ વિભાગમાંથી એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ પૂર્વ 14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી, માં ભારતીની આરતી કરી, મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સમગ્ર કેદારનાથ ધામ શિવ ભક્તોથી મન મુગ્ધ બન્યો હતો, દારનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું…
