ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી
10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે મતદાન
આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે મતદાન યોજાશે. અને 28મી એપ્રિલે મતગણતરી કરાશે. તો આજથી આચારસંહિતાનોઅમલ શરૂ થઈ ગયો હોવાનું રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યુ હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *