અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાનો આતંક
માનવીઓ પર હુમલાની ઘટનાઓ બાદ વન વિભાગ સતર્ક
દીપડાએ એક વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી દીધી
અમરેલી જિલ્લામાં માસૂમ બાળકો, ખેડૂતો, ખેત મજૂરો પર સિંહ અને દીપડાના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલ ત્રબકપૂર ગામમાં માતાની નજર સામે જ દીપડાએ એક વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી દીધી છે.
અમરેલી જિલ્લામાં માસૂમ બાળકો, ખેડૂતો, ખેત મજૂરો પર સિંહ અને દીપડાના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલ ત્રબકપૂર ગામમાં માતાની નજર સામે જ દીપડાએ એક વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી દીધી છે.આ ઘટના બાદ વન વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. હિંસક પ્રાણીઓના હુમલાઓની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ટના બાદ વન વિભાગની ટીમે એક સિંહણ અને ચાર બચ્ચાંનું રેસ્ક્યૂ કર્યું હતું.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જિલ્લાનો વન વિસ્તાર મોટા ભાગે ટ્રેકર્સના ભરોસે છોડી દેવાયો છે. વન વિભાગના જવાબદાર અધિકારીઓ માત્ર ઓફિસોમાં બેઠેલા જોવા મળે છે. અધિકારીઓની ફિલ્ડ વર્કની નિષ્ક્રિયતાને કારણએ નાના માણસોને પીડા ભોગવવાની આવે છે. સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલામાં માનવ જિંદગી હોમાઈ રહી છે.
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે. બે દિવસ પહેલા ખાંભાના ગીદરડી ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતા મુકેશભાઈ સોલંકી વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહ દ્વારા હુમલો કરાયો હતો. તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સિંહ અને દીપડાના આંટાફેરાના કારણે વન વિભાગના અધિકારીઓ સામે પણ લોકોમાં આક્રોશ ફેલાયો છે.ત્રણ દિવસ પહેલા જ હામાપુર ગામની સીમમાં પાંચ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
